સુરેન્દ્રનગર: પોલીસની ટ્રાફીક ડ્રાઈવ વખતે જ અકસ્માત સર્જાયો…

સુરેન્દ્રનગર પોલીસની ટ્રાફીક ડ્રાઈવ વખતે જ અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર પોલીસ દ્રારા ગેબનશાપીર સર્કલ પાસે ટ્રાફિક ડ્રાઈવ વખતે જ અકસ્માત સર્જાતા લોકોમા પોલીસ ડ્રાઈવને લઇને સવાલ ઉભા થયા હતા પોલીસ ડ્રાઈવ દરમિયાન બેલ્ટ, હેલમેટ, સહિતના 250 વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા હતો જેથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા તેજ સમયે એક એસ.ટી. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. તેમજ બીજી તરફથી બે બાઇક ચાલકોએ ટ્રાફીક પોલીસ ને હડફેટે લેતા અફડા તફળી થવા પામી હતી. તેમજ ડ્રાઈવ દરમીયાન ફકત ફોરવીલ અને બાઇક ચાલકોને જ મેમા આપી અને ડમ્પર ચાલકો અને લકઝરી ખાનગી બસોને મેમા નહિ આપતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો જેથી આ ટ્રાફીક ડ્રાઈવ એક ફારસ રૂપ સાબીત થઇ હતી.