સુરેન્દ્રનગર: બૌધ્ધ ધર્મનો અંગીંકાર કરવામાં આવ્યો…

સમગ્ર રાજ્યમાં બુધ્ધિસ્ટ અકાદમી દ્વારા તાજેતરમાં દીક્ષા ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલ અમર બૌદ્ધિ બૌધ્ધ વિહાર અંતર્ગત સુરેન્દ્રનગર સહીત અન્ય જિલ્લાના અંદાજે 50 જેટલા લોકોએ હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 200 કરતા પણ વધુ લોકોએ બૌધ્ધ ધર્મ અંગીંકાર કર્યો છે.