સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ગામમાં ગટર અને રસ્તાની સમાસ્યા જોવા મળી રહી છે…

સુરેન્દ્રનગર જીલ્લાનું લખતર ગામ અને તાલુકો જાણે સમસ્યાનો ગઢ બની ગયો હોય તેમ લાગે છે.જીલ્લામાં ગટર અને રસ્તાની સમાસ્યા જોવા મળી રહી છે. ગામની આસપાસ ઉકેરડાના ઢગલા દેખાઈ રહ્યા છે.હવે નર્મદા કેનાલનો ભ્રષ્ટાચાર ખુલીને સામે આવ્યો છે. છતા પણ તંત્ર નિદ્રાધીન હોય તેમ લાગે છે નર્મદાની માઇનોર અને સબમાઇનોર કેનાલનું જાણે કોઇ ધણીધોરના હોય તેમ આ તાલુકામાં બનેલી મોટાભાગની કેનાલોનું કામ હલકી ગુણવંતા વાળુ થયું હોય તેમ દેખાય છે કારણ કે મોટા ભાગની કેનાલોમાં પાણી ચાલુ થયા પહેલા કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે અલગ અલગ જગ્યાએથી આ કેનાલ તુટેલી જોવા મળે છે.ઓફિસોમાં બેસીને છ આંકડાના પગાર લેતા સરકારી બાબુઓના ધ્યાને આ વાત નહી હોય કે પછી ફરિયાદ આવશે ત્યારે જોયું જાશેની નીતિ અપનાવતા હોવાનું ગ્રામ જનો ઉચ્ચારી રહ્યા છે.જ્યારે લખતર તાલુકા ના કોઈપણ ગામમાં નર્મદાની કેનાલનો પ્રશ્ન આવે ત્યારે નર્મદાની લખતર ઓફિસના અધિકારીઓ તમને જેતે બ્રાન્ચમાં લીમડી ધ્રાગધ્રા મોરબી કે પાટડી શાખામાં ફરિયાદ કરવા જવાનું કહે છે આથી ખેડુતોને શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે આ બાબતે લખતર વાસીઓની માંગણી એવી છે કે જો તંત્ર દ્વારા લખતરમાં સેવા સદન ચાલુ કરવામાં આવેતો ખેડુતો અને અન્ય અરજદારોની સમસ્યા લખતરમાજ ઉકેલાય અને ગામોગામ ભટકવું ના પડે