સુત્રાપાડા: ગાંગેથા ગામમાં દીપડો ઘુસી જતા ગામમાં અફરા તફરી મચી…

સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામમાં દીપડો ઘુસી જતા ગામમાં અફરા તફરી મચી હતી. દીપડો ગામમાં અચાનક ઘુસી આવી ઘરની પાસે રમી રહેલ બાળકી ઉપર હુમલો કરતા ગામના લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.દીપડાએ બાળકી ઉુપર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. બાળકીની સારવાર માટે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે દિપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.