સ્વીફ્ટ ગાડી એ ટક્કર મારતા એક બાળકનુ મોત નીપજ્યુ…

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સ્વીફ્ટ ગાડીની ટક્કરે એક બાળકનુ મોત નીપજ્યુ હતુ. ઘાનેરાની કારગિલ હોટલ પાસે સ્વીફટ ગાડીના ચાલકે રસ્તા પર ચાલી રહેલ બે બાળકોને અડફેટે લેતા એક બાળકનું કરુણ મોત નીપજ્યુ હતું તેમજ એક બાળકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચીં હતી અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.