તાલુકા પંચાયતના એક કર્મચારીના પુત્ર દ્રારા તલાટી ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો…

ધાનેરામાં તાલુકા પંચાયતના એક કર્મચારીના પુત્ર દ્રારા તલાટી ઉપર હુમલો કરી માર મારવામાં આવી હતી.આ ઘટના બાદ સમગ્ર તલાટીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી તેમજ તલાટીઓ દ્રારા વહેલી સવારથી ધાનેરા તાલુકા પંચાયતને તાળા મારી દેવામાં આવ્યા હતા.આ ઘટનાના પગલે તલાટીઓ ધરણા પર બેસી ગયા હતા.તેમજ માથાભારે પ્રિયાંક સામે કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી