થરાદ: કેનાલમાં ડૂબ્યો હોવાની શંકાને લઇને દોડધામ મચી…

થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં યુવક કેનાલમાં ડૂબ્યો હોવાની શંકાને લઇને દોડધામ મચી હતી. યુવકના પરિવાર જનોને જાણ કરવામાં આવતા પરિવાર દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી આવી યુવકની શોધ ખોળ હાથ ધરી હતી. યુવક પોતાની રીક્ષા કેનાલ પાસે મુકીને પોતાનો મોબાઈલ પોકેટ તેમાં મુકી દેતા કેનાલમાં ડૂબ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.