ગીરસોમનાથ: વેબસાઇટ લોન્ચ કરી અવિરત સ્વચ્છતા અભિયાનને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી…

સ્વચ્છ યાત્રાધામ ગુજરાતનો લોગો અને અધ્યતન વેબસાઇટ લોન્ચ કરી અવિરત સ્વચ્છતા અભિયાનને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સરકારનાં મહત્વાકાંક્ષી અભિયાન સમાન રાજ્યનાં આઠ યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવાનાં ભગીરથ કાર્યનો પ્રારંભ સોમનાથથી કર્યો હતો.આ યાત્રાધામોને 24 કલાક સ્વચ્છ રાખવા ઉચ્ચ કક્ષાની સફાઇ કામગીરી રાષ્ટ્રીયકક્ષાની એજન્સીઓને આપીને ગુજરાતનાં યાત્રાધામોને સંપુર્ણ સ્વચ્છ રાખવાનું વિરાટ કદમ છે. યાત્રાધામોમાં 24 કલાક સફાઇ કામગીરી કરવાનું અભિયાન ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત છે. આ કામગીરી નમુનારૂપ બનશે. તેમણે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અધિકારીઓ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.