મોદી ની યુપીના બિજનોરમાં હુંકાર રેલી

મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશના બિજનૌર અને ત્યારબાદ ઉત્તરાખંડના હરિદ્વારમાં જાહેરસભા સંબોધી હતી.મોદીએ અખિલેશ, રાહુલ, મુલાયમ, માયાવતી તેમજ સપા-કોંગ્રેસના ગઠબંધન પર પ્રહાર કર્યા હતા.મોદીએ કોંગ્રેસના શીર્ષ નેતાઓને કહ્યું હતું કે,મોઢું સંભાળીને વાત કરો, નહીં તો મારી પાસે તમારી આખી જન્મપત્રિકા પડી છે.હું વિવેક અને મર્યાદા નથી છોડવા માગતો.જો તમે લોકો એલ-ફેલ વાત કરશો તો તમારો ઇતિહાસ તમને ક્યારેય નહીં છોડે.તેમને વધુમાં જણાવ્યું હતું કે,મેં ગરીબી જોઈ છે. તેથી જ મારી સરકાર ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે.મારે ગરીબો માટે ઘર બનાવવા છે.યુવાઓને રોજગારી આપાવવા છે.ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવું છે.હું દેશહિત માટે જ કામ કરતો રહ્યો છું.મારી લડાઈ નાના વેપારીએ સાથે નથી પરંતુ જેમણે સત્તામાં રહીને ગરીબોને લૂંટ્યા છે તેમની સામે છે,કેદારનાથની દુર્ઘટના ઘટી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં મોજ કરી રહ્યા હતા. દેશ આ વાત ક્યારેય નહીં ભૂલે.’