ઉપલેટા : કમલેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા બટુક ભોજન

ઉપલેટામાં છેલ્લા 8 વર્ષથી સરકારી શાળાઓના તથા આજુબાજુની સોસાયટી વિસ્તારના સર્વ જ્ઞાતિના બાળકોને  ઉપલેટા કમલેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા નિઃસ્વાર્થ પણે બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું જ્યારે K. G.સોલંકી પ્રા.શાળા તથા મધુભાઈ દેસાઈ  પ્રા. શાળાના તેમજ આજુબાજુની સોસાયટી વિસ્તારના 785 થી 790 જેટલા બાળકોને  નિઃશુલ્ક બુંદી, ગાંઠિયા અને ચણા ના શાકનું ભોજન કરાવવામાં આવ્યું હતું.8 વર્ષથી નિઃસ્વાર્થ સેવા બજાવી રહ્યા છે  જેમાં ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ આ ગ્રુપમાં સામેલ હતા.

આ સેવાકીય કાર્ય માટે લગભગ દરેક સભ્યો આજુબાજુના વિસ્તારમાં જમવા માટે આમંત્રણ આપવા માટે ફરી વળ્યા હતા અને બધાને જ બોલાવી પ્રેમથી જમાડયા હતા આ સેવાકીય પ્રવૃત્તિ કરતા ગ્રુપમાં ના કોઈ મોટું કે ના કોઈ નાનું, બધા જ સરખા એમ માને છે બધા લોકો હળી મળી ને નિસ્વાર્થભાવે સેવા કરે છે  સેવાકીય કાર્યમાં ઉપલેટા તાલુકા સમસ્ત આહીર સમાજના પ્રમુખ વિક્રમભાઈ સુવા, મંત્રી ઓઘડભાઈ તથા કારોબારી સભ્યોએ મુલાકાત લીધી હતી.