ઉપલેટા: ગરમીનો પારો હદ વટાવતા શહેરના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા…

ઉપલેટામાં ગરમીનો પારો હદ વટાવતા શહેરના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. શરીરને ઠંડક આપવા માટે ઠંડા પીણાની દુકાનો, સોડા સોપ તથા શેરડીના રસની રેકડીઓ પર આમ જનતા લાઇન લગાવી રહે છે. ત્યારે શહેરના ખીચોખીચ ટ્રાફિકથી ભરેલા રસ્તાઓ જાણે 144ની કલમ લાગી હોય તેમ સુમસામ ભાસી ગયા છે. બપોરે પક્ષીઓની જેમ મોટાભાગના લોકો બપોરે ૧ થી ૪ના સમયઘાળામાં ઘરની બહાર નીકળવાનું ટાળે છે. સુયઁદેવ નો પ્રકોપ હજુ બે દિવસ રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામા આવી છે.