ઉપલેટા: ગરમીનો પારો વધતા લોકો હેરાન પરેશાન થઈ ગયા…

ઉપલેટામાં ગરમીનો પારો વધતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઉપલેટા શહેરમાં ગરમીનો પારો આશમાને પહોચી જતા રસ્તાઓ સુમસાન થઈ ગયા હતા લોકો બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યા છે ઉપલેટામાં બપોરના સમયે જાણે વેપાર ધંધા ઠપ જ થઈ જાય છે. બપોરના સમયે જો કોઈ બહાર પણ નિકળી જાયતો ગરમીથી રાહત મેળવવા શેરડીનો રસ અને ઠંડા પીણા પીવાનું પસંદ કરે છે  જેથી આવી દુકાનો પર થોડાક અંશે લોકો જોવા મળી રહ્યા છે. ઉપલેટા શહેરમાં જો આવી કાળજાળ ગરમી સતત પડતી રહેશે તો રોગોનું પ્રમાણ વધવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.