અમેરિકાના કેન્સાસમાં એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા

અમેરિકાના કેન્સાસમાં એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.હુમલાખોરે કહ્યું કે, મારા દેશમાંથી નીકળી જાવ.આ હુમલામાં બે અન્ય લોકો પણ ઘાયલ થયા છે.સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેઓ એફબીઆઈ સાથે મળીને તપાસ કરી રહ્યા છે.આ ઘટના અંગે ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દુઃખ વ્યક્ત કર્યું છે..વિદેશ મંત્રી સુષમા સ્વરાજે અમેરિકાના કેન્સાસમાં ગોળીબારમાં મોતને ભેટેલા એન્જિનિયર યુવકના પરિવારને દિલોસોજી પાઠવી છે.તેમણે અમેરિકામાં ભારતીય રાજદૂત નવતેજ સર્ના સાથે વાત કરીને તેના પરિવારને તમામ મદદ કરવાની સૂચના આપી છે.