ઉત્તરપ્રદેશ – એકઝીટ પોલના તારણોથી ભાજપમાં ઉત્‍સાહનુ મોજુ…

DAHOD, GUJARAT, APR 6 (UNI):-BJP workers form party symbol on the foundation day of the party, in Dahod, Gujarat on Monday. UNI PHOTO-58U

ગઇકાલે બહાર આવેલા વિવિધ એકઝીટ પોલના તારણોથી ભાજપમાં ઉત્‍સાહનુ મોજુ છે. ઉત્તરપ્રદેશમાં મોદી વેવ અને ઉત્તરાખંડ તથા મણીપુરમાં ભાજપને મળેલા ફાયદા અને ગોવામાં સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ રહે તેવો વર્તારો આવતા ગુજરાતમાં પણ આ ભાજપ તરફી વાતાવરણનો લાભ લેવા રાજયમાં વહેલી ચૂંટણી યોજે તેવી શકયતા છે. એવી અટકળો છે કે, મે મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજી લાભ લઇ લેવો.ગઇકાલે સાંજે પક્ષના અમદાવાદ ખાતેના વડામથકે ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્‍યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના ટોચના નેતાઓએ બેઠકોના દોર ચલાવ્‍યા હતા. જો કે આ બેઠકમાં પુર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ હાજર રહ્યા ન હતા. ભાજપે ઓલરેડી પોતાના કાર્યકરો સમક્ષ જાહેરાત કરી દીધી છે કે ગમે ત્‍યારે ચૂંટણી યોજાય તો તે માટે તૈયાર રહેજો. અમિત શાહે ગઇકાલે પોતાના નિવાસસ્‍થાને પક્ષના સીનીયર નેતાઓ સાથે બેઠક યોજી હતી બાદમાં તેઓ કમલમ ગયા હતા અને વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, શંકર ચૌધરી, સંગઠનના જોઇન્‍ટ સેક્રેટરી વી.સતીષ સહિત અન્‍ય નેતાઓ સાથે સંયુકત ચર્ચા-વિચારણા કરી હતી.