વડોદરા: પાન-મસાલાનું વેચાણ કરતા પાન હાઉસ ઉપર પોલીસે દરોડા પાડ્યા…

વડોદરામાં તમાકુ નિયંત્રણ ધારા હેઠળ શહેરમાં પાન-મસાલાનું વેચાણ કરતા પાન હાઉસ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. શહેરના બે જાણીતા પાન હાઉસ ઉપર ગોત્રી પોલીસે દરોડો પાડી નિયમ પ્રમાણે તમાકુની ચેતવણી ન લખ્યાની વિદેશી સિગારેટ સહિત ઇમ્પોર્ટેડ પાન-મસાલાની ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.પોલીસે પાન હાઉસમાં દરોડા પાડતા પાન હાઉસના સંચાલકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન નિયમ પ્રમાણે તમાકુ ખાવવી આરોગ્ય માટે હાનીકારક છે તેવી ચેતવણી લખી ન હોય તેવી વિદેશી સીગારેટ અને ઇન્પોર્ટેડ ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે શહેરના નાના-મોટા પાન હાઉસ સહિત જાણીતા પાન હાઉસમાં દરોડા પાડ્યા હતા અને પાન-મસાલામાં વપરાતી અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર નાશ કર્યો હતો.