વડોદરા: વરરાજા પોતાના વરઘોડામાં નાચતા નાચતા મોતને ભેટ્યા…

વડોદરા શહેર નજીકના રણોલી ગામના લીમડી ફળિયામાં રહેતા સાગર સોલંકી બુધવારે જાન લઈને લગ્ન માટે બોરસદ તાલુકામાં ગયા હતા. જ્યાં સવારથી જ વિવિધ વિધિના કાર્યક્રમો ચાલ્યા હતા. સાંજના સમયે વરરાજા સાગર સોલંકી પોતાના વરઘોડામાં મિત્રના ખભે બેસી મિત્રો સાથે નાચતો હતો તે દરમિયાન એકાએક ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આમ લગ્નમાં વરરાજાનું જ મોત થતાં ખુશીનો પ્રસંગ એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર વરરાજા સાગર સોલંકીએ દારુ પીધો હતો અને ત્યાર બાદ તાડી પીધી હતી. વરરાજા સાગર સોલંકી વરઘોડામાં નાચતો હતો અને અચાનક મિત્રોના ખભેથી ઢળી પડવાનો ઘટનાક્રમ કેમેરામાં પણ કેદ થયો હતો.