વડોદરા: યુવકે આપઘાત કરીલેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી…

વડોદરાના એક યુવકે આપઘાત કરીલેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. યુનિવર્સિટીના સ્ટુડન્ટે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે ‘સોરી મોમ…નો વન ઇઝ રીસ્પોન્સિબલ ફોર સુસાઇડ…’ યુવકે પોતાની માતાને સંબોધિને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું. મૂળ જૂનાગઢના અને પારૂલ યુનિવર્સિટીના મિકેનીકલ ડિપ્લોમાંના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટે પ્રથમ વર્ષમાં મિકેનીકલ ડિપાર્ટમેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સ્ટુડન્ટે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી હોવાની પરિવારને જાણ થતાં પરીવાર આઘાતમાં સરી પડ્યો હતો. બીજીતરફ પારૂલ યુનિવર્સીટીના વધુ એક સ્ટુડન્ટે આપઘાત કરતાં વાઘોડિયા નગરમાં અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે.