“વસ્ત્રાલય” – કોર્પોરેટરના ઘર ઉપર હુમલો જે અનુસંધાને હાર્દિક પટેલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો…

વસ્ત્રાલના કોર્પોરેટરના ઘર ઉપર હુમલો કરવાની ફરિયાદ અનુસંધાને હાર્દિક પટેલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો.વસ્ત્રાલ ભાજપના કોર્પોરેટર પરેશ પટેલે હાર્દિક પટેલ અને એસ.પી.જીના નચિકેત મુખી તેમજ સ્થાનિક પાસના આગેવાનો વિરૂધ્ધ કરેલી ફરિયાદના અનુંસંધાને હાર્દિક પટેલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં દર સોમવારે હાર્દિકને જે હાજરી આપવાની હોય છે તે હાજરી પુરી હતી પરંતુ હાર્દીકની ધરપકડ કરવામાં આવી ન હતી.