વિધાનસભામાં પગાર મુદ્દે રજૂઆત કરવા જતી આશાવર્કરોની અટકાયત…

ગુજરાત વિધાનસભામાં પગાર મુદ્દે રજૂઆત કરવા જતી વલસાડની  આશાવર્કરોની અટકાયત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાની 300થી વધુ આશાવર્કરો ગુજરાત વિધાન સભામાં પગાર તેમજ અન્ય મુદ્દે રજૂઆત કરવા અને વિધાન સભાનો ઘેરાવ કરવા જતી હતી ત્યારે પોલીસે 3 લક્ઝરી બસો ડિટેઇન કરતાં કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં મહિલાઓ રાત્રીનું રોકાણ કરવુ પડ્યુ હતુ.આશા વર્કરો દ્વારા સમગ્ર ગુજરાતમાં પગારના મુદ્દે ચળવળ ચાલી રહી છે. જેમાં કપરાડાની મહિલાઓ પણ આ બાબતે સક્રિય બની છે. પોલીસને જાણ કરતાં વલસાડની ધરમપુર પોલીસે તેમની 3 બસને ધરમપુરમાં ડિટેઇન કરી હતી. જેને લઇ કેટલીક આશા વર્કરો ખાનગી કારમાં વલસાડ પહોંચી હતી. વલસાડમાં પણ તેમની બસને પોલીસે આગળ જવા દીધી ન હતી. જેને લઇ કપરાડાથી આવેલી બહેનો મોટી સંખ્યામાં અટવાઇ ગઇ હતી.