“વિજય રૂપાણી” – શહીદ દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા કુચના કાર્યક્રમોનું આયોજન…

શહીદ દિન નિમિત્તે પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યમાં 10 સ્થળોએ કુચના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ ખાતે વસ્ત્રાપૂર તળાવ પાસે આવેલા શહીદ ચોક ખાતે કૂચનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં છે. જોકે, સૌથી મહત્વની વાત એ છે કે, કાર્યક્રમ લવાયેલા શાળા વિદ્યાર્થીઓને કેસરી ખેસ પહેરાવીને ‘ભાજપી’  બનાયી દેવાયા છે.ઉલ્લેખનિય છે કે નિરમા યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં 2 વાગ્યે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીની અધ્યક્ષતામાં શહીદ દિનની ઉજવણી કરાશે.