ફેસબુક પર ફોટા અપલોડ કરનાર યુવક ની સાઈબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી…

સોસીયલ સાઈટ ફેસબુક પર યુવતીઓની ફેક પ્રોફાઈલ બનાવી તેમાં બીભ્ત્સ્મ ફોટા અને મોબાઈલ નંબર અપલોડ કરનાર યુવક ની સાઈબર ક્રાઈમ બ્રાંચ ધરપકડ  કરી છે. ઓક્ટોબર ૨૦૧૬ માં પ્રકાશ રાજ નામની વ્યક્તિ એ ફરિયાદી મહિલા ના ફેસબુક પ્રોફાઈલ માં મોબાઈલ નંબર અને બીભ્ત્સ્મ ફોટા ઓ અપલોડ કરતા અનેક બીભત્સ્મ કોમેન્ટ આવી હતીઓ આ કેસ માં સાઈબર ક્રાઈમ બ્રાંચે પ્રકાશ બળવંતભાઈ રાજગોર ની ૯ મેના રોજ ધરપકડ કરી હતી. પ્રકાશે પોલીશ ને જણાવ્યું હતું કે તે ફરિયાદી ને છેલ્લા ૯ વર્ષ થી ઓળખે છે ફરિયાદી અગાઉ પાલડી ખાતે દુકાન માં નોકરી કરતા હતા ત્યારે તેની સાથે અણબનાવ થતા આરોપીએ આ કૃત્ય કર્યું હોવા નું જણાવ્યું હતું.